જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પહેલી વાર વર્ષા ગીતની💦☔ સ્પર્ધામાં ભાગ લેવાનું અને ત્યાં ગાવાનું♬🎤𝄞 મારો સૌથી યાદગાર અનુભવ છે. એ દિવસ મારા જીવનમાં ક્યારેય ભૂલાય તેમ નથી. સૌપ્રથમ તો મને ગાવાનો બહુ જ શોખ હતો, પણ મોટા મંચ પર ગાવાનો મને કયારેય અનુભવ ન મળ્યો હતો. જેનું એક કારણ મારી ગભરામણ😕😅 પણ હોઈ શકે,તેથી મેં ક્યારેય મંચ પર ગાવાનો પ્રયત્ન જ ન કર્યો હતો.
જ્યારે મંચ પર ગીત ગાવાનું પળ આવ્યું, તો મને એક અજીબ ગભરામણ😓થઈ હતી. પરંતુ જેમ જ મેં પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો, મને મારી અંદરથી એક અલગ જ આત્મવિશ્વાસ 😃આવ્યો. ગીતમાં મા સરસ્વતીના આશીર્વાદ😇❤ સાથે હું એટલી એકાગ્ર થઈ ગઈ કે, મને સમયની અને આસપાસની જાણ ન રહી. હું માત્ર ગીત અને પોતાના અવાજમાં ડૂબી ગઈ હતી.મારો અવાજ મીઠો અને સમજણભર્યો હતો, જે મેં ક્યારેય પહેલાં અનુભવ્યો ન હતો.હું જ્યાં સુધી ગીત પૂરુ ના કરું ત્યાં સુધી શાળાના બધા મિત્રો અને શિક્ષકો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા.😍☺
આ પ્રથમવાર મંચ પર ગીત ગાવાનો અનુભવ, અને ખાસ કરીને વર્ષા ગીત, મારો સર્વોત્તમ યાદગાર અનુભવ છે💗😍, કારણ કે તે મને એક નવા અવસર તરફ દોરી ગયો, જ્યાંથી હું મારા શોખનું અન્વેષણ કરી શકી.
આ પહેલાં અનુભવે મને શીખવાડ્યું કે જ્યારે આપણે આપણા ડર અને શંકા પાછળ મૂકીને પહેલું પગલું મૂકીએ, ત્યારે એક નવી દુનિયા આપણી રાહ જોઈ રહી હોય છે.😎🤩
