Saturday, October 19, 2024

EPC- 3 - Critical Understanding of ICT

 


                    આધુનિક યુગમાં શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. શૈક્ષણિક ગતિવિધિઓને વધુ અસરકારક અને રોચક બનાવવા માટે ICT (Information and Communication Technology) મહત્વપૂર્ણ સાધન છે. શિક્ષણક્ષેત્રમાં તેનો પ્રવેશ શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે નવી શક્તિઓ પ્રદાન કરે છે. તે જ્ઞાનને સરળતાથી અને ઝડપી રીતે પહોંચાડવાનો માર્ગ પ્રદાન કરે છે.

                   પ્રસ્તુત EPC-3 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સિટી, સુરત સંલગ્ન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીમાં બી. એડ્ ના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું હતું. EPC (Enhancing Professional Capacities) ના ભાગ રૂપે ICT પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સક્ષમતા અને કૌશલ્યનું વિકાસ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ શિક્ષકને ટેકનોલોજીના જ્ઞાનમાં પારંગત બનાવે છે અને તેને શૈક્ષણિક અર્થે ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવે છે.

                     પ્રસ્તુત EPCમાં ICT અંતર્ગત  MULTIMEDIA BOOK થકી વિવિધ પધ્ધતિઓ દ્વારા અભ્યાસ, LUMI SOFTWARE દ્વારા નવીનતમ મૂલ્યાંકન,  GOOGLE FORMS થકી અદ્યતન પરીક્ષણ, MS EXCEL થકી ગુણાકન,  MY BLOG થી આધુનિક પ્રવ્રૃત્તિઓની ઝાંકી, MS POWER POINT પ્રેઝન્ટેશન થી વિષયવસ્તુની ધારદાર રજૂઆત, MS WORD  મા અહેવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રવૃત્તિઓ શિક્ષણક્ષેત્રમાં નવી દિશાઓ બતાવે છે, જેનાથી શિક્ષણ વધુ પ્રદાનકારી અને ગુણવત્તાવાળું બને છે.


No comments:

Post a Comment

"સંગીતમય સૂરોનો પ્રથમ આહ્લાદક અનુભવ"

                જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માં પહેલી વાર વર્ષા ગીતની💦☔ સ્પર્ધામાં ભાગ લેવાનું અને ત્યાં ગાવાનું♬🎤𝄞 મારો સૌથી યાદગાર અનુભ...